if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી કોટ્યાનુકોટી કલ્પનામાં કેદ ના થાય એવી કલાત્મક છે તમારા જ પ્રસાદરૂપે પ્રાપ્ત મારી કવિતા. તમને એની આગળ કોટિ કવિજનોની કવિતા કામની નહિ લાગે. તમારા અંતરમાં આહલાદ ભરીને તે તમને સનાતન ને સ્વર્ગીય સુખ પૂરું પાડશે. તમને એની અક્ષય આરાધનાથી આરામ મળશે.

કવિજનો તો કેટલાય થઈ ગયા છે, અને અનંત આકાશના તારા જેવા બીજા કેટલાય થયા કરશે. એમની કવિતા તમને ડોલાવશે, નચાવશે, ને કદાચ મુગ્ધ પણ કરતી રહેશે. એમની કવિતા તમને આશ્ચર્યચકિત પણ કરી દેશે. પરંતુ કાળનો પણ કોળિયો કરનારી, કાળજાની કુસુમમાળા જેવી મારી કવિતા તમારા કાળજાની કોર જેવી થઈ પડશે, ને તમારા જીવનની દીપમાળા બનીને, તમારા પથ પર પ્રકાશ્યા કરશે.

તે કોઈ સ્વર્ગની અપ્સરાશી આકર્ષક ને દેવના દૂત જેવી દૈવી નહિ લાગે તો હરકત નહિ. તેના કાળજામાં કરોડો કુસુમની કમનીયતા અથવા આકાશની અનંતતા નહિ લાગે તો પણ પરવા નહિ. એ તો આ ધરતી અને એના પર વસનારા તમારા અનન્ય આરાધકની અંજલિ છે અને એના સ્નેહની સુરાવલિ. તમારા પ્રાણને પુલકિત તથા પ્રેમથી પરિપ્લાવિત કરવા જ તે પ્રકટી છે. તમારી પૃથ્વીને પીયૂષથી પાવન કરવામાં જ તેની  કૃતાર્થતા છે. તેના તરફ તમે તમારી રસિક નજરે નિહાળશો તો પણ ઘણું.

કવિજનો તો કેટલાય થઈ ગયા, અને અબ્ધિના અગણિત તરંગની જેમ થયા કરશે. એમની કવિતા ગમેતેવી હોય ને હશે; પરંતુ મારી કવિતામાં તો એવું કામણ ભરી દો કે એના આસ્વાદથી આ આખીયે અવની અમૃતમય અને એક બને, ને સુખનો શ્વાસ લે. માનવના મનને એ મધુમય કરે, તથા પ્રાણને પ્રકાશે ભરે. એ રીતે તમારા સંસારની સેવાની સામગ્રી બનીને પોતાનું સમગ્ર ધન એ તમારા શ્રીચરણે ધરે ! એના આસ્વાદથી આત્મામાં અખંડ આનંદનો અનંત અર્ણવ ઊછળવા લાગે, ને જીવનને એવી માધુરી મળે જે કરમાય નહિ, ને દુ:ખ તથા દર્દના દાવાનળમાં પણ દિલને ના છોડે !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

आपकी कोट्यानुकोटि कल्पना में कैद न होनेवाली कलात्मक है – आपके ही प्रसाद रूप में प्राप्त मेरी कविता । उसके सामने कोटि कविजनों की कविता भी आपको तुच्छ लगेगी । आपके अंतर में आह्लाद भरकर वह आपको सनातन स्वर्गीय सुख पहुँचायेगी । उसकी अक्षय आराधना से आपको आराम मिलेगा ।

कविजन तो कितने ही हो गये हैं, और अनंत आकाश के तारक-जैसे दूसरे कितने ही होते रहेंगे । उनकी कविता आपको डुलायेगी, नचायेगी, और शायद मुग्ध भी करती रहेगी । उनकी कविता आपको आश्चर्यचकित भी कर देगी; किन्तु काल का भी मात करनेवाली, कलेजे की कुसुममाला-जैसी मेरी कविता आपके कलेजे का टुकड़ा बन जायगी । और आपके जीवन की दीपमाला बनकर, आपके पथ पर प्रकाशित रहेगी ।

वह अमरापुरी की अप्सरा जैसी आकर्षक, देव के दूत-जैसी दैवी नहीं लगे, तो हर्ज नहीं । उसके कलेजे में करोड़ों कुसुमों की कमनीयता अथवा आकाश की अनंतता नहीं मिले तो भी परवाह नहीं । वह तो है इस धरती और उस पर बसनेवाले आपके अनन्य आराधक की अंजलि और उसके स्नेह की सुरावली । आपके प्राण को पुलकित तथा प्रेम से परिप्लावित करने के लिये ही उसका प्राकट्य हुआ है । आपकी पृथ्वी को प्रेमपीयूष से पावन करने में ही उसकी कृतार्थता है । उसको आप अपनी समझ लेंगे तो भी पर्याप्त होगा ।

कविजन तो कितने ही हो गये हैं, और अम्बुधि की अगणित उर्मियों की तरह होते रहेंगे । उनकी कविता चाहे जैसी होगी; किन्तु मेरी कविता में आप ऐसी मधुर सुधारसमयी दीप्ति भर दो कि उसके आस्वादन से अखिल अवनि अमृतमय और एक बन जाय तथा सहज सुख की साँस ले । मानव के मन को वह मधुमय कर दे एवं प्राण को प्रकाश से भर दे । वह आपके संसार की सेवा-सामग्री बनकर अपना समग्र धन आपके श्रीचरणों में समर्पण कर दे । उसके आस्वादन से आत्मा में अखंड आनंद का अनंत अर्णव उछलने लगे, और जीवन को ऐसी माधुरी मिले जो मिटे नहीं, मुरझाये तक नहीं, और दुःख तथा दर्द के दावानल में भी दिल का परित्याग न करें ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.