Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધરતીનું નિરંતર અવલોકન કરતું આકાશ અનુરાગના અતિરેકમાં આવી જઈને દિલને ખુલ્લું કરે છે, ને વરસાદના રૂપમાં વરસી ધરતીને ભેટી પડે છે.

‘તમારું અખંડ મનન કરનારું મન પણ એ રીતે ભાવમય બને, ને કવિતાના કોમળ સ્વરૂપમાં પ્રકટ થઈને તમને આલિંગન કર્યા કરે: કવિતાના અખંડ વાહન દ્વારા આપણા રસમય હૃદયનો મેળાપ હમેંશા થયા કરે.’ વરસતા વરસાદ સામે જોઈને કવિએ ગીતના સ્વરૂપમાં વહેવાનું શરૂ કર્યું.

ને છેવટે સંગીતની અંતિમ પંક્તિ પૂરી કરતાં તેણે કહેવા માંડ્યું: ‘મધુથી પણ મધુર એ મિલનમાંથી નવી સૃષ્ટિનું સર્જન હો!’

- શ્રી યોગેશ્વરજી