Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમભક્તિથી ભરેલા એક શિશુની પાસે પ્રભુ પ્રગટ થયા, ને તેના આંસુ લૂછીને તેને પૂછવા માંડ્યા: ‘બેટા, તારે શું જોઈએ છે ? તારા પર મારી કૃપાનો વરસાદ વરસાવવા હું પ્રગટ થયો છું. તારા મનમાં કયી વસ્તુની કામના છે ?’

બાળકના રોમરોમમાં પ્રસન્નતા ફરી વળી. ‘મને કોઈ વસ્તુની તૃષ્ણા નથી, પ્રભો.’ તેણે કહેવા માંડ્યું, ‘પણ તમારી ઈચ્છા જ હોય તો એવી કૃપા કરો કે સારા સંસારને સદાચારથી સંપન્ન કરીને પ્રભુપરાયણ બનાવી શકું: સંસારને સુખી કરીને તમારા નામથી ભરી દઉં.’

‘તે તો મુશ્કેલ છે,’ પ્રભુએ કહેવા માંડ્યું.

‘મુશ્કેલ નથી મારા પ્રભુ. તમારે માટે કાંઈએ મુશ્કેલ નથી. તમે તો સમર્થ છો.’ બાળકે યાદ દેવડાવ્યું.

‘તો પણ ધાર કે તારી ઈચ્છા પૂરી ના કરું તો?’

‘તો પછી મારે બીજું કંઈ જ નથી ચાહવું. તમે તમારાં બાળકોના મનોરથ પૂરા કરવાની શક્તિવાળા નથી એટલું ભલે જાહેર કરી દો.’

પ્રભુએ સ્મિત કરતાં કહ્યું: ‘બેટા, તારી ઈચ્છા હું પૂરી કરીશ, જરૂર પૂરી કરીશ.’

- શ્રી યોગેશ્વરજી