Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જે વિધ રાખો તેમ રહું.
મનમાં શાંતિ અનંત લહું.

સુખ આવે કે દુઃખ પડે પણ ચંચળ ના જ થઉં;
નિંદા સ્તુતિ કે માન વળી અપમાને સ્વસ્થ રહું. ... જે વિધ.

જીવનની કપરી કેડીને કરતો પાર રહું,
ડગલે પગલે શ્વાસો શ્વાસે તમને ફક્ત ચહું. ... જે વિધ.

સાથ તમારો મળે, તમારા ચરણ સદાય ગ્રહું;
પરવા મારે કશી પછી ના, અન્ય કશું ન ચહું. ... જે વિધ.

(૫-૬-૧૯૫૮, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit