Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમનગરનાં વાસી, અમે તો પ્રેમનગરનાં વાસી.

પ્રેમ અમારે મન મથુરાજી રામેશ્વર ને કાશી;
તીરથ સકળ મળ્યાં છે એમાં અખંડસુખના રાશિ ... પ્રેમનગરના

પ્રેમ અમારે ગંગાજમના અમૃત ને અવિનાશી;
સેવન કરતા ભ્રમ ભાગે ને સિદ્ધિ બનતી દાસી ... પ્રેમનગરના

પ્રવાસ કરતો ફરે જીવ આ યોનિ લક્ષ ચોરાશી;
પ્રેમ પરમ પુણ્યે પામી લે બનતા સહજ ઉદાસી ... પ્રેમનગરના

'પાગલ' પ્રભુ પાછળ બનિયા તે રહ્યા સદાયે હાંસી;
શાશ્વત સુખની છોળો ઉડે, અવિદ્યા ગઇ નાસી ... પ્રેમનગરના

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit