Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રતિમામાં જે વસે છે.

તે જ તમે છો દેવી ત્રિપુરા, મંગલ હાસ હસે છે;
પ્રકટ થયાં છો આ પૃથ્વી પર, મંદિરમહીં વસે છે ... પ્રતિમામાં.

રોમરોમમાં રાસ રમે છે, ઘટઘટમાં ગરજે છે;
સાગર ને સરિતામાં ઉછળે, કેવલ ખરે તમે તે ... પ્રતિમામાં.

જડચેતનમાં વિરાજ્યાં તમે, વેદપુરાણ કથે છે,
તમારા વિના જગ્યા ખાલી સર્જનમહીં કશે છે ? ... પ્રતિમામાં.

અષ્ટભુજા ને નવદુર્ગા છે, રામ-શ્યામરૂપે, હે;
રાધાસીતા રૂપ તમારાં, યશ પ્રસર્યો સઘળે છે ... પ્રતિમામાં.

સર્જક ને પાલક પૃથ્વીના તમને સંત કહે છે;
‘પાગલ’ પ્રાણ તમોને પામી હમેંશ કાજ હસે છે ... પ્રતિમામાં.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit