Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારું શરણ લઈ લે જે.

તેને કૈં પણ કઠિન રહે ના અસંભવિત પણ કે,
મુશ્કેલ બને સરળ, શોકમાં સ્મિતને પામે તે ... તમારું

ગરલ સુધામય, તાપ શાંતિમય, થૈ જાય સદાયે,
પ્રતિકૂળ બને અનુકૂળ, ધરે ચરણોમાં મન જે ... તમારું

નિરાશ પામે આશા, તેમજ મૃતને જીવન દે,
કૃપા તમારી પામી લે તે જીવનલ્હાવો લે ... તમારું

'પાગલ' શરણ લઈને આજે અનુભવવાણી કે',
કૃપા તમારી મળી જવાથી થઈ મહારી જે ... તમારું

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit