તમે માર્યો મહિષાસુર.
કૈંક રાક્ષસોને રણ રોળ્યા
માનમદે ચકચૂર ... તમે માર્યો
ગર્વ ગળી નાખ્યા કૈં કૈંના,
સંહાર્યા ને શૂર;
ચંડ મૂંડ ને શુંભ સમાનાં,
કર્યાં શીશને દૂર ... તમે માર્યો
રણચંડીનું રૂપ ધરીને
પ્રભાવથી ભરપૂર,
લીલા કેવી કરી અનેરી
મહિમહીં મશહૂર ... તમે માર્યો
સ્તવન કર્યાં દેવોએ માની,
તમને જગનાં મૂળ;
અંગાગમાંહે આવ્યું ત્યારે,
માતૃપ્રેમનું પુર ... તમે માર્યો
બલવાન તમે કેવાં, તો ક્યાં
ગયું તમારું નૂર ?
'પાગલ' પ્રેમીના જીવનમાં
જીવે વિરહાસુર ... તમે માર્યો
- શ્રી યોગેશ્વરજી