Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લાગે છે દિલ મહારું દુનિયામહીં ન ક્યાંયે,
છોડી ચરણ તમારાં બીજે ન ક્યાંય જાયે ... લાગે છે.

ચાખ્યો છે પ્રેમ લોચન લોચનમહીં મિલાવી,
લાગી લગન ગઈ તે ના શાંત કેમ થાયે ... લાગે છે.

હૈયું મળ્યું છે હૈયે ને વાત કૈં કરી છે;
સ્મરણો બધાંય તાજાં હરરોજ પુષ્ટ થાયે ... લાગે છે.

આકાશ તેમ પૃથ્વી પાતાળમાં ભલેને,
વિચરું વસું છતાંયે કામણ મટે ન ક્યાંયે ... લાગે છે.

હરદમ રહે છે આંખો આંખે ને શ્વાસ શ્વાસે,
સ્મિતની છબી સલૂણી સ્મરણે રમે સદાયે ... લાગે છે.

'પાગલ' પ્રસન્ન બનતાં શાશ્વત બની લો સાથી,
દિલની દવા તો થાયે, બીજો નથી ઉપાયે ... લાગે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit