પ્રભુની પ્રીત કરી લે તું !
મિથ્યા માયામાં મર શું !
પ્રભુનો લે આધાર સદા તો
અશક્ય છે ના કશું;
વેદશાસ્ત્ર ને સંત કહે છે
અનુભવશબ્દ હજુ ... પ્રભુની
શાને સારે આંસુ, ભ્રમ મહીં
ભટકે ભવમાં શું !
ચારુ ચરણનો રસ ચાખી લે,
મધુને પી મુખનું ... પ્રભુની
વૃતિને વિષયોથી વાળી
ધ્યાન ધરી પ્રભુનું,
'પાગલ' કહે પરમપદ પામી
બડભાગી બન તું ! ... પ્રભુની
- શ્રી યોગેશ્વરજી