તનનો મેં તંબુરો બનાવ્યો,
તારે દ્વારે આવ્યો, તનનો મેં તંબૂરો બનાવ્યો.
નસનસના તાર કર્યા મેં આ,
તારું ગીત જ ગાતો, દ્વાર તહારે આવ્યો ... તનનો
મૂક હતો તે ગાવા લાગ્યો,
અશક્ત પાસે આવ્યો;
તારો મહિમા બની છેવટે
તારા મહીં સમાયો ! .. તનનો
એક આંસુમાં પૂજા કરતાં
ચરણ તહારે નભ્યો;
મૈંપન ભેટમહીં હું લાવ્યો,
તારે દ્વારે આવ્યો ! ... તનનો
- શ્રી યોગેશ્વરજી

