Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજે પાવન પળ આવી
લહાવો અમૂલખ શો લાવી ... આજે

અંધકાર વ્યોમ મહીં વ્યાપ્યો, પૃથ્વી પણ છે શાંત,
બાંધ્યા તોરણ તારા ગણના વધાવવાને કાંત,
તિમિરદળ ના જ શક્યું ફાવી ... આજે

કારાવાસે પ્રકટ બનીને સંમોહિની નાખી,
ધરા સકળ ધન્ય બની દેખી હર્ષ રહ્યો વ્યાપી,
દીધો શોક સહુ ફગાવી ... આજે

તાળાં તૂટ્યાં, દ્વાર ઉઘડ્યાં, વિઘ્ન થયાં સૌ દૂર,
યમુનાએ મારગ આપ્યો સૌ શાંત કરીને પૂર,
આંચ ના કોઇને આવી ... આજે

કરો મહોત્સવ પ્રભુજી પોતે પ્રકટ થયેલા આજ,
શરણાગતનાં સર્વ કરી દે કાજ રાખતાં લાજ,
એની યશગાથા ગાવી ... આજે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit