Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારા પ્રેમને નહીં કદીય વિસારું,
જીવનભર ન વિસારું .. તારા પ્રેમને

માનવ જીવન સુરદુર્લભ આ કૃપા કરીને આપ્યું,
પ્રેમભાવ પ્રકટાવી પ્રાણે તિમિર પુરાતન કાપ્યું,
મૃત્યુતણા મુખમાં અમૃતને છાંટી દીધું ન્યારું ... તારા પ્રેમને

સિતારી જીવનની સૂની ઝંકૃત કરતા તાર,
સુરાવલિથી સભર બનાવી ગાઇને મલ્હાર,
સૂકી ધરતી પર વરસીને જગત જગાવ્યું પ્યારું ... તારા પ્રેમને

પદ્મદલે કિરણો પ્રસરાવ્યાં પ્રભાકર બની પૂર્ણ,
યુગ યુગનું જાડ્ય હર્યું કરતાં અશાંતિ સઘળી ચૂર્ણ,
સરિતાને સાગર પ્રતિ વાળી જીવનને ઉદ્ધાર્યું ... તારા પ્રેમને

પાર્થિવ પદાર્થમાંથી મનને પાછું વાળી લીધું,
અંતર મેં આપ્યું તો સ્થાન મને અંતરમાં દીધું,
અકારું બન્યું પારસ સ્પર્શે સર્વોત્તમ ને ચારુ ... તારા પ્રેમને

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit