ઉદાન વિશે
अथैकयोर्ध्व उदानः पुण्येन पुण्यं लोकं नयति
पापेन पापमुभाभ्यामेव मनुष्यलोकम् ॥७॥
Athaikayordhva udanah punyena punyam lokam nayati
Papena Papamubhabhyam eva manusya-lokam ॥7॥
એક સુષુમ્ણા નાડી છે તે હૃદય થઈ મસ્તક જાયે,
એમાં વાયુ ઉદાન ફરે છે, ઉપર તરફ તે તો ચાલે;
પુણ્યવાનને આ જ વાયુ સ્વર્ગાદિમહીં લૈ જાયે છે,
પાપીને તે પાપયોનિમાં નરકમહીં લૈ જાયે છે;
તેમ પાપ ને પુણ્ય બેયનાં ફલ જેઓનાં બાકી છે,
મનુષ્યદેહમહીં તેઓને લઈ જાયે છે દેહ પડ્યે.
ઉદાન સાથે પ્રાણ જાય છે બીજા દેહમહીં ત્યારે,
જીવાત્મા મન ને ઈન્દ્રિય સૌ જાયે છે એની સાથે. ॥૭॥
*
બાહ્ય પ્રાણ વિશે
आदित्यो ह वै बाह्यः प्राण उदयत्येष ह्येनं चाक्षुषं प्राणमनुगृह्णानः ।
पृथिव्यां या देवता सैषा पुरुषस्य
अपानमवष्टभ्यान्तरा यदाकाशः स समानो वायुर्व्यानः ॥८॥
Adityo ha vai bahyah prana udayatyesa
hyenam chaksusam Prana-manugrhnanah ।
Prthivyam ya devata saisa purusasya
Apanam avastabhyantara yad akasah
sa samano vayurvyanah ॥ 8॥
બાહ્ય પ્રાણ છે સૂર્ય સર્વનો, જ્યારે સૂર્ય પ્રકાશે છે,
ત્યારે આંખ પ્રકાશ લભે છે, પ્રાણ કૃપાને પામે છે;
પૃથ્વીમાં જે શક્તિ રહે તે અપાનને સ્થિર રાખે છે,
આકાશમહીં સમાન રે’છે વ્યાન વાયુનું રૂપ ખરે. ॥૮॥
*
ઉદાન વાયુ ને મૃત્યુ
तेजो ह वा उदानस्तस्मादुपशान्ततेजाः ।
पुनर्भवमिन्द्रियैर्मनसि सम्पध्यमानैः ॥९॥
Tejo ha va udanas tasmad upasanta tejah ।
Punarbhavam indriyair manasi samp-adhyamanaih ॥9॥
ઉદાન છે આ તેજ સૂર્ય ને અગ્નિનું, તે કાયાને,
ઠંડી ના પડવા દે, તેની ગરમી કાયમ રાખે છે;
તેથી જેના શરીરમાંથી ઉદાન નિકળી જાયે છે,
તેજહીન તે જીવ અન્ય દેહમહીં સત્વર જાયે છે. ॥૯॥