Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

મારે તારો આધાર, જીવનના જંગમાં.
તારો એક જ આધાર, જીવનના જંગમાં.

બીજા આધાર કશા કામ ના આવે,
દુઃખ તેમ દર્દનો અંત ના લાવે;
આપે કંઈ ના આરામ, જીવનના જંગમાં ... મારે તારો.

તારા વિના કહેને કોનો આધાર છે ?
પ્રેમદયાસિંધુ કોણ ગુણનો આગાર છે ?
કોણ શક્ત કરવા ઉદ્ધાર, જીવનના જંગમાં ...મારે તારો.

ભુલ્યાનો ભોમિયો ને અંધતણી આંખડી,
છાયા સંતપ્તતણી, પંખીની પાંખડી,
તું તો તારણહાર, જીવનના જંગમાં ...મારે તારો.

સંત કે મહંત વળી દેવોની પાસે,
છોડી તને જે આશાથી જાશે,
તેનું સરશે ના કામ, જીવનના જંગમાં ... મારે તારો.

સૌને છોડીને તારી પાસે પધાર્યો,
આશા રાખીને તારી પાસે હું આવ્યો;
બીજે લાગે ના સાર, જીવનના જંગમાં ... મારે તારો.

પંડિત ને તપસી જે તુજને ભૂલેલા,
મમતા ને મદના જે દરિયે ડૂબેલા,
તે તો પામે ના પાર, જીવનના જંગમાં ... મારે તારો.

'પાગલ' થૈ પ્રેમની વર્ષા વરસાવ તું,
તારો કરી દે મને, કદિ ના તલસાવ તું,
કંપી જાયે છો કાળ, જીવનના જંગમાં ... મારે તારો.

 - શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
0
अश्विन भाई कान्तिलाल
4 years ago
ફક્ત બ્રાહ્મણો નિંદાથી જ ખૂબ બધા કળિયુગની અંદર સંતો મહંતો સંપ્રદાયો આગળ આવી ગયા છે આ કળિયુગ ની નિશાની છે ભુદેવોની કાપો પૈસા અમને આપો ખરેખર જે ભક્તિ કરનાર છે એને માટે સર્વથા યોગ્ય છે તમારી લીટી મોટી કરો વિજ્ઞાનિક આપવાનો પ્રયત્ન કરો પ્રભુ મેતો ઉપર હિસાબ આપવો પડશે
Like Like Quote

Add comment

Submit