Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

યોગીરાજ નમું, તમને યોગીરાજ નમુ.
વારંવાર નમુ, તમને યોગીરાજ નમુ.

શિરડીમાં પ્રકટેલા પ્રભુજી, લેતા શ્વાસ હજુ;
પ્રેમથકી પોકારે તેની પાસે થવા રજુ.
સ્તવન કરીને આજ તમારું સાંઈનાથ નમુ. ...યોગીરાજ

યાદ કર્યાથી તમને સાચે ના મુશ્કેલ કશું,
ભાવે ભજતાં શાંતિ સુખ મળે વૈભવ તેમ વસુ;
ચાહે તેનું કામ કરી દો હોય ભલે વસમું. ...યોગીરાજ

આશીર્વાદ દઈ દો માને હૈયે સ્થાને ધરું ?
મારા ને કૈં ના જીવનમાં પ્રેમપ્રકાશ ભરું;
સંતોની સંગતિમાં નિશદિન હરખું તેમ રમું. ...યોગીરાજ

દ્વંદ્વ જગતનાં નિશ્ચલ મનથી, સ્મિતની સાથ ખમુ;
મન ઈન્દ્રિયનો વિજય કરું, ને અમૃત નિત્ય જમું.
મા’ નું રસભર રૂપ તજી ના બીજે ક્યાંય ભમું. ...યોગીરાજ

પ્રેમ તમે રાખો છો, મુજપર રાખો તેમ સદા;
ભાવ પરસ્પર હૃદય રહેલો તૂટે ના જ કદા,
'પાગલ’ કે’ પ્રણિપાત કરીને પ્રેમ ધરી વિરમું....યોગીરાજ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit