Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

મહાસંત મેં માન્યા તમને મહાસંત મેં માન્યા !

અખિલ જગતમાં સૌથી ઉત્તમ સિદ્ધપુરૂષ મેં જાણ્યા,
પ્રેમળ તેમ દયાળુ ખરેખર પિતા સમાન પ્રમાણ્યા ...મહાસંત.

ભક્ત જનોના પ્રાણ, દીનના આધાર સમા માન્યા;
અધમોદ્ધારક, મંગલકારક જીવનનું ધન જાણ્યા ...મહાસંત.

પરમાત્મા પોતે જ સનાતન રૂપ ધરીને આવ્યાં;
એ જ ભાવથી આજ લગીનાં ગીતોમાં મેં ગાયા ...મહાસંત.

'પાગલ' શ્રદ્ધા સત્ય કરી દો, કરી દો હવે દાયા;
મનોરથ કરો પૂરણ મારો, રંક જનોના રાયા !...મહાસંત

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit