Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

સાંઈનાથ મારો હાથ જોજો કોદી ના છોડો.
ભૂલેચૂકે મારો સાથ જોજો કોદી ના છોડો. ... સાંઈનાથ

જીવન ધર્યું તમોને મેં તો, ને આધાર નથી બીજો કો;
તમારો દૈવી દ્રષ્ટિપાત, જોજો કોદી ના છોડો ... સાંઈનાથ
 
લાગી માયા એક તમારી, કીધી તેથી તો મેં યારી;
સંભાળો તો મારી જાત, જોજો કોદી ના છોડો ... સાંઈનાથ

ભક્તો હશે તમારા કોટી, કરશો મુજને પણ ના ખોટી;
મારે એક તમે સાક્ષાત, જોજો કોદી ના છોડો ... સાંઈનાથ

મારે માતાપિતા ને ભાઇ, સ્નેહી તેમ સખા છો સાંઇ;
મારા પગ મસ્તક ને હાથ, જોજો કોદી ના છોડો ... સાંઈનાથ

'પાગલ' પ્રેમી થયો તમારો, પાળ્યો તેમ સદાયે પાળો;
રક્ષો રોજ હજારે હાથ: જોજો કોદી ના છોડો ... સાંઈનાથ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit