Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શિરડીના સંતની તું સેવા કરી લે !
સેવા કરી લે, ભાવભક્તિ કરી લે !
શિરડીના સંતની તું સેવા કરી લે !

નેહ કરી એનું જરી નામ જ લઈ લે,
પ્રાર્થનાની પુષ્પમાળા પાયે ધરી દે;
વંદન કરી લે તું, સેવા કરી લે !
શિરડીના સંતની તું સેવા કરી લે !

શ્રદ્ધા સબૂરીને સેવી લે સ્નેહથી,
બોજ બધો જીવનનો નાખી દે નેહથી,
નિર્ભય બની લે તું; સેવા કરી લે !
શિરડીના સંતની તું સેવા કરી લે !

તાપ બધા ટાળનાર શીતળ છે વૃક્ષ એ,
તૃષાને મટાડનાર અમૃત છે દિવ્ય તે;
શરણું લઈ લે તું, સેવા કરી લે !
શિરડીના સંતની તું સેવા કરી લે !

સંભાળ તારી એ સર્વપણે રાખશે,
દુઃખ તેમ દીનતાને નષ્ટ કરી નાખશે;
રે’શે અશક્ય પછી શું ? સેવા કરી લે !
શિરડીના સંતની તું સેવા કરી લે !

જીવન વેગે તારું જોને વહી જાય છે,
કરવાનું કામ તારું ખરું રહી જાય છે;
જાગને જરીય હજી તું !સેવા કરી લે !
શિરડીના સંતની તું સેવા કરી લે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit