Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લગની તમારી મને લાગી, ઓ સંતોના સ્વામી !
લગની તમારી મને લાગી !

મહિમા તમારો જાણી મન મારું માન્યું,
સુરતા સુતેલી મારી જાગી. ઓ સંતોના સ્વામી !
લગની તમારી મને લાગી !

નેત્રો નેહે નાહીને નિહાળે તમોને હવે,
બની ગયો આત્મા અનુરાગી. ઓ સંતોના સ્વામી !
લગની તમારી મને લાગી !

તમારા જ સ્મરણે લાગે સ્વર્ગ સમાયું સારું,
વીણા વહાલકેરી વાગી. ઓ સંતોના સ્વામી !
લગની તમારી મને લાગી !

ખાતાંપીતાં ને સૂતાં તમારા જ જાપ ચાલે.
ચિંતન બીજું દીધું છે ત્યાગી. ઓ સંતોના સ્વામી !
લગની તમારી મને લાગી !

કૃપાની પ્રસાદી પામી કૃતાર્થ થઈ જઉં હું ;
લીધું છે મેં માગી. ઓ સંતોના સ્વામી !
લગની તમારી મને લાગી !

લગની તમારી મને લાગી ! ઓ સંતોના સ્વામી !
લગની તમારી મને લાગી !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit