Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यदात्मतत्त्वेन तु ब्रह्मतत्त्वं दीपोपमेनेह युक्तः प्रपश्येत् ।
अजं ध्रुवं सर्वतत्त्वैर्विशुद्धं ज्ञात्वा देवं मुच्यते सर्वपापैः ॥१५॥

yad atma tattvena tu brahma tattvam
dipopameneha yuktah prapasyet ।
ajam dhruvam sarvatattvairvisuddham
jnatva devam muchyate sarvapapaih ॥ 15॥

દીપક જેવા આત્મતત્વથી યોગી પ્રભુને દેખે છે,
આત્મામાં પરમાત્માને એ યોગકાળમાં પેખે છે;
ત્યારે જાણી અજ ને નિશ્ચલ વિશુદ્ધ એ પરમાત્માને,
સર્વ જાતનાં બંધનથી એ યોગી મુક્ત થઈ જાયે. ॥૧૫॥

અર્થઃ

તુ - એ પછી
યદા - જ્યારે
યુક્તઃ - યોગી
ઇહ - અહીં
દીપોપમેન - દીપકની પેઠે (પ્રકાશમય)
આત્મતત્વેન - આત્મતત્વથી
બ્રહ્મતત્વમ્ - બ્રહ્મતત્વને
પ્રપશ્યેત્ - સારી રીતે પ્રત્યક્ષ કરે છે
(તદા સઃ - ત્યારે તે)
અજમ્ - અજન્મા
ધ્રુવમ્ - નિશ્ચળ
સર્વતત્વૈઃ - સઘળાં તત્વોથી
વિશુદ્ધમ્ - વિશુદ્ધ
દેવમ્ - દેવોના દેવ પરમદેવ પરમાત્માને
જ્ઞાત્વા - જાણીને
સર્વપાશૈઃ - બધાં બંધનોથી
મુચ્યતે - મુક્તિ મેળવે છે.

ભાવાર્થઃ

યોગીનો અંતરંગ અનુભવ એ પછી એક ડગલું આગળ વધે છે. એનો ઉલ્લેખ આવશ્યક, આવકારદાયક, આનંદજનક છે. દીપકના પ્રકાશની મદદથી જેમ બીજા પદાર્થ પેખી શકાય છે તેમ, આત્મતત્વના અનુભવ સુધી પહોંચેલો યોગી પરમાત્વ-તત્વનો સાક્ષાત્કાર કરે છે. એ પરમાત્મા અજન્મા, અચળ, સૌથી વધારે વિશુદ્ધ, સર્વશ્રેષ્ઠ તથા દેવોના દેવ છે. એમના અલૌકિક દિવ્ય દેવદુર્લભ દર્શનનો લાભ મેળવીને યોગી વાસના, કામના, અશાંતિ, મોહ, ભેદ અને અવિદ્યાનાં બધાં જ બંધનમાંથી મુક્તિ મેળવે છે ને ધન્ય બને છે.