नीलः पतङ्गो हरितो लोहिताक्षस्तडिद्गर्भ ऋतवः समुद्राः ।
अनादिमत् त्वं विभुत्वेन वर्तसे यतो जातानि भुवनानि विश्वा ॥४॥
nilah patango harito lohitaksa-
stadidgarbha rtavah samudrah ।
anadimat tvam vibhutvena vartase
yato jatani bhuvanani visva ॥ 4॥
ભ્રમર નીલરંગી ને હોલા, પંખી સઘળાંયે તું છે,
વીજ ચમકતાં વાદળ, ઋતુ ને સમુદ્ર સઘળાયે તું છે;
વિશ્વ સકળ પ્રકટ્યું તારાથી, જડ ને ચેતન તું જ બધે,
પ્રકૃતિનો તું સ્વામી, તેથી જલ ને સ્થળમાં વ્યાપક છે. ॥૪॥
અર્થઃ
નીલઃ - નીલરંગી
પતંગઃ - ભ્રમર અથવા પતંગિયું છે.
હરિતઃ - લીલા રંગનું
લોહિતાક્ષઃ - લાલ લોચનવાળું પક્ષી છે.
તડિદ્ ગર્ભઃ - વાદળ છે.
સમુદ્રાઃ - સમુદ્રો છે.
યતઃ - કારણ કે
(ત્કતઃ એવ - તમારામાંથી જ)
વિશ્વા - સમસ્ત
ભુવનાનિ - લોકો
જાતાનિ - પ્રકટ્યા છે.
ત્વમ્ - તું
અનાદિમત્ - અનાદિ (પ્રકૃતિ)નો અધીશ્વર
વિભુત્વેન - વ્યાપકરૂપે
વર્તસે - વિરાજે છે.
ભાવાર્થઃ
નીલરંગી ભ્રમર કે પતંગિયાના રૂપમાં ને લીલા રંગના લાલ લોચનવાળા પોપટના રૂપમાં, કોયલ - કાગડા, સારસ, મોર અને અન્ય અનેક નાનાં મોટાં વિહંગોના રૂપમાં હે પ્રભુ ! તમે જ વિચરો છો. ચપલાના ચમકારથી ચમકી ઉઠનારા વરસાદી વાદળો વેશે વ્યોમમાં તમે જ વિલસો છો, અને આંખને આનંદ અથવા અંતરને આરામ આપતાં વરસો છો. તમે જ વિશાળ સમુદ્રનું સ્વરૂપ લીધું છે. તમારી દ્વારા, તમારી અંદર જ સમસ્ત સૃષ્ટિનું સર્જન અથવા લોકલોકાંતરોનું પ્રાકટ્ય થયું છે. તમે પરા અને અપરા પ્રકૃતિના અધીશ્વર છો અને સર્વત્ર વિરાજો છો.