Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मायां तु प्रकृतिं विद्यान्मायिनं च महेश्वरम् ।
तस्यवयवभूतैस्तु व्याप्तं सर्वमिदं जगत् ॥१०॥

mayam tu prakrtim vidyanmayinam cha mahesvaram ।
tasyavayavabhutaistu vyaptam sarvamidam jagat ॥ 10॥

માયા પ્રકૃતિ છે પ્રભુશક્તિ, માયાપતિ છે પરમાત્મા;
તે શક્તિ બનીને બહુરૂપી વ્યાપક છે આખા જગમાં. ॥૧૦॥

અર્થઃ

માયામ્ - માયા
તુ - તો
પ્રકૃતિમ્ - પ્રકૃતિને
વિદ્યાત્ - જાણવી જોઇએ.
તુ - અને
માયિનમ્ - માયાપતિ
મહેશ્વરમ્ - મહેશ્વરને જાણવા જોઇએ.
તસ્ય તુ - એના
અવયવભૂતૈઃ - અંગભૂત કારણકાર્ય સમુદાયથી
ઇદમ્ - આ
સર્વમ્ - સકળ
જગત્- જગત
વ્યાપ્તમ્ -વ્યાપ્ત છે.

ભાવાર્થઃ

માયા એટલે પરમાત્માની પરમશક્તિરૂપી પ્રકૃતિ. પરમાત્મા એના સ્વામી અથવા અધીશ્વર હોવાથી માયાપતિ કે મહેશ્વર કહેવાય છે. એ બંને અલગ અલગ છે. જગત પ્રકૃતિના અંગભૂત કાર્યકારણભાવના નિશ્ચિત નિયમોને અનુસરીને ચાલે છે, એની અંદર કર્મની ચોક્કસ નિયમાવલિ કામ કરે છે.