Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

न तस्य कार्यं करणं च विद्यते न तत्समश्चाभ्यधिकश्च दृश्यते ।
परास्य शक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबलक्रिया च ॥८॥

na tasya karyam karanam cha vidyate
na tatsamaschabhyadhikascha drsyate ।
parasya saktirvividhaiva sruyate
svabhaviki jnanabalakriya cha ॥ 8॥

દેહ નથી, ના ઈન્દ્રિય તેને, ઈન્દ્રિય વિના જ તે વર્તે,
તેનાથી ના ઉત્તમ કોઈ, બરાબર વળી કોઈ છે;
જ્ઞાન, કર્મ ને બલની તેની શક્તિ દિવ્ય છે ખૂબ ખરે,
જગનું સારું જ્ઞાન, કર્મ ને બલ પ્હોંચી તેને ન શકે. ॥૮॥

અર્થઃ

તસ્ય - એમનું
કાર્યમ્ - (શરીરરૂપી) કાર્ય
ચ - અને
કરણમ્ - અંતઃકરણ તથા ઇન્દ્રિયોરૂપી કરણ
ન વિદ્યતે - નથી
અભ્યધિકઃ - એથી મોટા
ચ - અને
તત્સમઃ - એમની બરાબર
ચ - પણ
ન દૃશ્યતે - બીજું કોઇ નથી દેખાતું.
ચ - અને
અસ્ય - એમની
જ્ઞાનબલક્રિયા - જ્ઞાન, બળ તથા ક્રિયારૂપ
સ્વાભાવિકી - સ્વાભાવિક
પરા શક્તિઃ - દિવ્ય શક્તિ
વિવિધા - વિવિધ પ્રકારની
એવ - જ
શ્રૂયતે - સંભળાય છે.

ભાવાર્થઃ

એ પરમાત્માનાં કાર્ય અને કરણ એટલે કે શરીર અને ઇન્દ્રિયો નથી. એ શરીર તથા ઇન્દ્રિયોથી રહિત છે. એમના કરતાં કોઇ ઉત્તમ તો નથી જ, પરંતુ એમની બરાબરીનું અથવા એમની સાથે સરખાવી શકાય તેવું પણ બીજું કોઇ નથી મળતું. એ અજોડ છે. એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે. એમની શક્તિ અનોખી અથવા અસાધારણ છે. વળી સહજ અને જુદી જુદી જાતની છે.