Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यस्तन्तुनाभ इव तन्तुभिः प्रधानजैः स्वभावतः ।
देव एकः स्वमावृणोति स नो दधातु ब्रह्माप्ययम् ॥१०॥

yastantunabha iva tantubhih
pradhanajaih svabhavatah ।
deva ekah svamavrnoti sa no
dadhatu brahmapyayam ॥ 10॥

જેમ તંતુમાં કરોળિયો પોતાનું અંગ છુપાવે છે,
તેમજ નિજ સામર્થ્યરૂપી આ જગમાં ઈશ્વર વાસે છે;
વ્યક્ત નથી તે, તેથી તેને સામાન્યજનો ના દેખે,
પોતાના તે સ્વરૂપમાં અમને પરમાત્મા આશ્રય દે ! ॥૧૦॥

અર્થઃ

તન્તુભિઃ - તંતુ દ્વારા
તન્તુનાભઃ ઇવ - કરોળિયાની જેમ
યઃ એકઃ દેવઃ - જે દેવોના દેવ પરમાત્માએ
પ્રધાનજૈઃ - પોતાની સ્વરૂપભૂત મુખ્ય શક્તિથી ઉત્પન્ન અનંત કાર્યો દ્વારા
સ્વભાવતઃ - સ્વભાવથી જ
સ્વમ્ - પોતાને
આવૃણોત્ - ઢાંકી દીધા છે.
સઃ - તે પરમાત્મા
નઃ - અમને
બ્રહ્માપ્યયમ્ - પોતાના પરબ્રહ્મ સ્વરૂપનો આશ્રય
દધત્ - આપો.

ભાવાર્થઃ

કરોળિયો પોતાની જ જાળથી પોતાને ઢાંકી દે છે તેમ પરમાત્માએ પોતાની સ્વશક્તિથી ઉત્પન્ન વિવિધ રચના દ્વારા પોતાને ઢાંકી દીધા છે. અમે એમનું શરણ લઇએ છીએ. એ અમને આશ્રય આપી, અમારા પર અનુગ્રહ કરીને અમને એમના અપરોક્ષ અનુભવનો અલૌકિક આનંદ આપો.