नित्यो नित्यानां चेतनश्चेतनानामेको बहूनां यो विदधाति कामान् ।
तत्कारणं सांख्ययोगाधिगम्यं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥१३॥
nityo nityanam chetanaschetanana-
meko bahunam yo vidadhati kaman ।
tatkaranam sankhyayogadhigamyam
jnatva devam muchyate sarvapasaih ॥ 13॥
એક નિત્ય ને ચેતન ઈશ્વર કર્મભોગને આપે છે,
અનેક નિત્ય અને ચેતન જીવોને ભોગો આપે છે;
જ્ઞાનકર્મથી પ્રાપ્ત થાય તે સૌના કારણ પરમાત્મા,
તેને જાણી સર્વ બંધથી મુક્ત થાય છે જીવાત્મા. ॥૧૩॥
અર્થઃ
યઃ - જે
એકઃ - એક જ
નિત્યઃ -નિત્ય
ચેતનઃ - ચેતન પરમાત્મા
બહૂનામ્ - અનેક
નિત્યાનામ્ - નિત્ય
ચેતનાનામ્ - ચેતન આત્માઓના
કામાન્ વિદધાતિ - કર્મફળભોગોનું વિધાન કરે છે.
તત્ - તે
સાંખ્યયોગાધિગમ્યમ્ - જ્ઞાનયોગ તથા કર્મયોગથી મેળવવા યોગ્ય
કારણમ્ - સૌના કારણરૂપ
દેવમ્- પરમાત્માને
જ્ઞાત્વા - જાણીને
સર્વપાશૈઃ - સર્વે બંધનોથી
મુચ્યતે - મુક્તિ મેળવે છે.
ભાવાર્થઃ
પરમાત્મા એક હોવાં છતાં નિત્ય અને ચેતન છે. એ અનેક નિત્ય અને ચેતન આત્માઓની કામના પૂરી કરે છે અને એમના કર્મફળભોગોનું વિધાન કરે છે. જ્ઞાન, ધ્યાન તથા નિષ્કામ કર્મયોગની મદદથી એમની પ્રાપ્તિ થાય છે. એ સમસ્ત સર્જનના કારણ છે. એમને જાણ્યા અથવા અનુભવ્યા વગર અવિદ્યાને પરિણામે પેદા થનારાં બંધનો અને કલેશોમાંથી નથી છૂટાતું.