स विश्वकृद् विश्वविदात्मयोनिर्ज्ञः कालकालो गुणी सर्वविद् यः ।
प्रधानक्षेत्रज्ञपतिर्गुणेशः संसारमोक्षस्थितिबन्धहेतुः ॥१६॥
sa visvakrd visvavidatmayoni-
rjnah kalakalo guni sarvavid yah ।
pradhanaksetrajnapatirgunesah
samsaramoksasthitibandhahetuh ॥ 16॥
સૌના કર્તા, સર્વજ્ઞ વળી સ્વયંપ્રકટ તે ઈશ્વર છે,
કાલ કાલના, દૈવી ગુણના, જાણનાર સૌને તે છે;
પ્રકૃતિજીવતણા સ્વામી છે, સર્વગુણોના શાસક છે,
જન્મમૃત્યુ ને મોક્ષતણા તે કારણ, સત્યતણા સત છે. ॥૧૬॥
અર્થઃ
સઃ - તે
જ્ઞઃ - જ્ઞાનસ્વરૂપ પરમાત્મા
વિશ્વકૃત્ - સર્વસૃષ્ટા
વિશ્વવિત્ - સર્વજ્ઞ
આત્મયોનિઃ - પોતાના પ્રાદુર્ભાવના કારણ
કાલકાલઃ - કાળના પણ મહાકાળ
ગુણી - ગુણવાન
સર્વવિત્ - સૌને જાણનાર છે.
યઃ - જે
પ્રધાનક્ષેત્રજ્ઞપતિઃ - પ્રકૃતિ તથા જીવાત્માના સ્વામી
ગુણેશઃ - ગુણોના અધીશ્વર
સંસારમોક્ષસ્થિતિબન્ધહેતુઃ - સંસારના બંધન, મોક્ષ અને એની અંદરની સ્થિતિના કારણ છે.
ભાવાર્થઃ
પરમાત્મા પરમજ્ઞાન સ્વરૂપ છે. સર્વજ્ઞ છે. સૌને ઉત્પન્ન કરનારા છે. પરંતુ એમને ઉત્પન્ન કરનારા કોઇ જ નથી. એ સંપૂર્ણ સંસારની ઉત્પત્તિના કારણ છે. પરમ ગુણવાન, કાળના પણ કાળ અને સૌને જાણનાર છે. પ્રકૃતિના ગુણધર્મો પર શાસન કરનારા, પ્રકૃતિ તથા જીવાત્માના સ્વામી છે. એમને લીધે જ જગતમાં જીવોની સ્થિતિ થાય છે. જીવો વિવિધ પ્રકારનાં બંધનમાં પડે છે, અને એમના શરણ, મનન તથા સાક્ષાત્કારથી મુક્તિનો અનુભવ કરે છે.