પશ્ચિમના સમુદ્રતટ પરના શહેરમાં મને એક અજબ માનવની મુલાકાત થઈ.
લોકોએ એને માન આપ્યું, માળા પહેરાવી, એની પ્રશંસા કરી, તો એણે કહ્યું, ‘હે પ્રભુ, આ તારું જ સન્માન છે. માન આપનારમાં તું જ છે.’
પછી થોડે દિવસે, કેટલાક બીજા લોકોએ એનું અપમાન કર્યું, એની બદનામી ને નિંદા કરી, તોપણ એણે સ્મિત સાથે કહેવા માંડ્યું, ‘પ્યારા પ્રિયતમ, આ લોકોમાં પણ તારો જ વાસ છે. એમના મુખમાં તારા જ મધુર મુખનો આભાસ છે.’
પશ્ચિમના પ્રખ્યાત શહેરમાં મને એવો અજબ માનવ મળ્યો. કહે છે કે એનો કોઈ શિષ્ય ન હતો. એને કોઈ શિષ્ય ના મળ્યો.
(૧૭-૫-૧૯૬૦)

