પાંચમે દિને કરીશું યાત્રા હવે.
હવે નૂતન દેશ નૂતન વેશમાં
સૂર્યકિરણે સ્નિગ્ધ શાંત સવારમાં
આપણે અહીંથી વિદાય થશું ખરે.
વાયુમંડળ અવનવીન ભલે મળે.
રહેવું ના વધારે દિવસો હવે
આ સ્થળે આ પ્રદેશે ગમતું મને.
પાંચ દિવસો પહેલાં વચનો કહ્યાં
તમે એવાં ખરેખર સાર્થક થયાં,
ચાર દિવસ સુધી સમાધિમહીં રહી
પાંચમે દિવસે પ્રયાણ કરી ગયાં
પરમયાત્રી બની દેહ તજી ગયાં.
પ્રવાસી જાણે પ્રસંગ પ્રયાણનો
મહાયોગીઓ વિશે એવું સુણ્યું.
તમે એ યોગીજનોની સાધના
કરી સાર્થક અમે એ નીરખ્યું બધું.
મૃત્યુને જાણી અને મારી ગયાં
ઘોર કલિમાં સત્યયુગમાંહી વસ્યાં.
- શ્રી યોગેશ્વરજી

