Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બાલપણમાં પિતાનું મૃત્યુ થયું
તે પછી જનનીપદે પહોંચ્યા પછી
મૃત્યુ માતતણું થયું અચરજભર્યુ.
તમે જગનાં ઝેરને જોયાં, સહ્યાં

સંકટો, પ્રતિકૂળતામાંથી વધ્યાં
પ્રતિપદે આગળ સજીને સ્થૈર્યને
અનોખી હિંમત સદાયે પ્રાણને
ચેતના ધરતાં કરી કર્તવ્યને.

બાલપણમાં મૃત્યુ તાતતણું થયું
વળી માતા પણ ગયાં સંકટ સહ્યાં
એટલે શ્રદ્ધા તમારી ઇશમાં
દીનહીન અનાથની કરુણા વળી

મળી તમને વારસામાંહી, વધી
તમે જીવ્યાં અન્યકાજે જિંદગી.

- શ્રી યોગેશ્વરજી