Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંવત્સરી પૂર્ણ થઇ તમારી,
આ કાળચક્રે ન કશુંય સ્થાયી.
ફરી રહ્યું સર્વ અનંતકાળથી,
આવે નવું અન્ય થતાં વિદાય.

સંવત્સરી પૂર્ણ થઇ તમારી
પરંતુ લાગે સ્મૃતિ નિત્ય ન્યારી
સદા તમારી કરમાય ના કદી,
ભૂલી શકાયે તમને નહીં ઘડી.

સ્થાયી કશું ના જગમાં ભલે આ,
ચૈતન્યનો નાશ છતાં કદી ના.
પૂજી સમર્પી દિનરાત પુષ્પો
એને અમે સંસ્મરશું તમોને.

સંવત્સરી આમ અનેક આવશે
જ્યોતિર્મયીની મંદ ન દીપિકા થશે.
અર્પો અમોને અવિરામ આશિષ
છોડી શકીએ તમને નહીં કશે.

 - શ્રી યોગેશ્વરજી