if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગુરુજીના શરણમાં શાંતિ મળી, (2)

ગુરુના ચરણે ગંગાયમુના; (2)
સ્નાન કરીને ભ્રાન્તિ ટળી...ગુરુજીના...

ગુરુના ચરણે અડસઠ તીરથ; (2)
દર્શનથી કૃતકૃત્ય બની...ગુરુજીના...

ગુરુના ચરણે સઘળાં શાસ્ત્રો; (2)
વેદપુરાણની ઝાંખી મળી...ગુરુજીના...

ગુરુમાં બ્રહ્મા, ગુરુમાં વિષ્ણુ; (2)
શિવ અને શક્તિ સ્વરૂપ મહીં...ગુરુજીના...

ગુરુકૃપાની અમૃતધારા; (2)
પામીને જીવનમુક્તિ મળી...ગુરુજીના...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
સાચા સદગુરુનાં શ્રીચરણે વિશ્વનું સમસ્ત ઐશ્વર્ય મળી જાય છે. પૂર્ણ શ્રદ્ધાભક્તિથી શરણ લેનારા શિષ્યને પરમશાંતિ શ્રીગુરુનાં શ્રીચરણે જ મળી જાય છે. પછી બીજા કોઈનોય આશ્રય લેવાની જરૂર જ ક્યાં છે ? અરે, ગંગાસ્નાન માટે તીર્થોમાં પણ જવાની જરૂર નથી રહેતી. ગુરુની જ્ઞાન ગંગામાં સાધક સ્નાન કરીને મનની બધી જ શંકાઓ, ભ્રમણાઓને દૂર કરી શકે છે.

સર્વતીર્થ દર્શન શ્રીગુરુના દર્શનમાં જ સમાઈ જાય છે. વેદપુરાણ, ઉપનિષદો પણ વાંચવાની જરૂર રહેતી નથી. સર્વશાસ્ત્રોનો સાર સદગુરુના ઉપદેશમાં મળી જાય છે. સાચા સદગુરુનું જીવન જ સાચું શાસ્ત્ર છે.

સર્વદેવોનું દર્શન પણ ગુરુદર્શનમાં થઈ જાય છે. સાધકને માટે સદગુરુ તો સદવિચારોના સર્જક બ્રહ્મા જ છે. સાધકના મન-અંતરમાં જાગેલા સદવિચારોનું પોષણ સદગુરુ વિષ્ણુ બનીને કરે છે. સદગુરુ શિવ બનીને કુવિચારોની ગંદકી દૂર કરીને પરમમંગલમય સૃષ્ટિનું સર્જન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સ્વયં સદગુરુ જ છે. પરમજ્ઞાની, આત્મસાક્ષાત્કારી સદગુરુની કૃપાવર્ષામાં સ્નાન કરીને સાધક જીવનમુક્ત બની જાય છે. શ્રી ગુરુનાં શ્રીચરણે શું જોવા મળ્યું તેનું વર્ણન આ પદમાં થયું છે.
 

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.