એવી બુદ્ધિ દો અમને કે ભલું અન્યનું એથી થાય;
ભૂલે ચૂકે પણ બીજાના બૂરા માટે ના વપરાય.
એવી શક્તિ દો અમને કે હિત બીજાનું એથી થાય;
ભૂલે ચૂકે પણ બીજાના વિનાશ માટે ના વપરાય.
એવી લક્ષ્મી આપો અમને, જેથી દળદર સૌનું જાય;
બીજાની પણ સેવા થાય, સૌના શુભ માટે વપરાય.
એવું જ્ઞાન અને બળ આપો,મદદ કરે જે સૌને નાથ !
અમને તારે શાંતિ વળી દે, બીજાને પણ આપે સાથ.
જોમ જિંદગીમાં આપો કે લભિયે દિવ્ય તમારો પ્રેમ;
વરસાવીયે જગમાં સઘળે, સૌના મંગલ માટે તેમ.
- શ્રી યોગેશ્વરજી

