Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રે મન ગોવિંદ ગા !
તારી રસનાના રંગથી ગોવિંદ ગા,
પૂરા પ્રેમથી ઊમંગથી ગોવિંદ ગા,
રે મન, ગોવિંદ ગા.

મળ્યો માનવ-અવતાર તને મોંઘેરો આ
ગાઈ ગાઈ ગોવિંદ તેને તરતો તું જા,
પ્રેમરંગે રંગાઈ જા.
રે મન, ગોવિંદ ગા.

પડ્યો સોમલસરે ત્યાં અમૃતનો પ્યાલો
પી પીને અન્યને પા;
તજી સુરજ શશાંકને તારાના તેજમાં
કો’દિ અંજાતો ના,
પંથ છોડી અંધારનો પુણ્યથી ભરેલો
પાવન પ્રકાશપંથ પા.
રે મન, ગોવિંદ ગા.

હજુ ચાખ્યો તેં સ્વાદ એનો થોડોયે ના
બની 'પાગલ’ નહિ તો જોત જોતામાં હા !
શાને ઢોળે, આયુષ્ય વ્યર્થ કાં ઢોળે !
તારા બોલેબોલે બોલ ગોવિંદ ગા.
રે મન, ગોવિંદ ગા.

- શ્રી યોગેશ્વરજી