Download details |
![]() | ||||||||||||||||||||||||||
પોયણું પાંગર્યું પુસ્તકમાં પૂ.મા સર્વેશ્વરીએ પોતાના શૈશવના પ્રસંગોનું આલેખન કરેલું છે. અધ્યાત્મ જગતની આ વંદનિય વિભૂતિનું બાળપણ કેવા કેવા પ્રસંગોથી મઢેલું હતું; નાનપણમાં માતાપિતા અને અન્ય વડીલ સ્વજનો તરફથી મળેલ સંસ્કારોનો વારસો કેવી રીતે વટવૃક્ષ થઈ વિસ્તર્યો; પ્રાર્થના, શ્રદ્ધા, હિંમત, સ્વચ્છતા, સાહિત્યપ્રેમ, સંસ્કૃતિપ્રેમ, અધ્યાત્મપ્રેમ જેવા ગુણોનો ઉઘાડ કેવી રીતે થયો, વિગેરેનું રસપ્રદ આલેખન એમાં જોવા મળે છે. પુસ્તકમાં મા સર્વેશ્વરીના જીવનના પ્રારંભના બાર વરસોને આવરી લેવાયા છે. પુસ્તક વાંચીને માતાપિતા અને અન્ય વાલીઓને પોતાના સંતાનોને સંસ્કારનું ભાથું આપવાની પ્રેરણા મળશે. |
|