તારા જીવનની ખારાશને હૃદયમાં સમાવી રાખીને
બીજાને તું અમી આપી શકે તો ?
એ કળામાં કુશળ થવું ને છતાંયે નમ્રાતિનમ્ર થવું તને ગમે છે ?
સાગરે મને સંદેશ આપ્યો,
ને મેં તેનો સાભાર સ્વીકાર કરતાં તેને હા કહી.
ત્યારથી સાગરનો એ સંદેશ મારા જીવનનો મૂળ મંત્ર બની ગયો છે.
- શ્રી યોગેશ્વરજી