Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પેટની દીકરીયે ના સેવા આવી કરી શકે.
ઊભાં બંને રહે મારે માટે રોજ ખડે પગે
રાત ને દિન કંટાળો જરાયે એમને નથી
નથી થાક નથી ખ્યાલ લેશ વિશ્રાંતિનો વળી,

પોકારું સ્વલ્પ ત્યાં આવે દોડી શીઘ્રાતિઘ્ર ને
ઝબકી નીંદથી જાગે જગાડું ત્યાં સપ્રેમ એ.
તમારી શુશ્રૂષા પામી પામ્યાં સંતોષ માત એ,
તમે તપ ગણી તેને માની જપ સદા રહ્યાં

પ્રસન્ન સ્વસ્થ ને શાંત માનીતાં એમનાં બન્યાં,
વચનો એમણે ત્યારે એવાં સંતૃપ્તિનાં કહ્યાં,
શુભાશીર્વાદયે અર્પ્યા આલિંગી તમને વળી,
અમારાં લોચનોમાંથી અશ્રુ ત્યારે રહ્યાં સરી.

સર્વેશ્વરી, તમે સેવા કરી જ્યોતિર્મયીતણી
શકવર્તી ખરે એનો ઇતિહાસ ગયો બની.

- શ્રી યોગેશ્વરજી